ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો બિચક્યો હતો. જોકે મામલો ઉગ્ર બનતા વિડીયો બનાવનાર અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી વચ્ચે ઝપાઝપી તેમજ મોબાઈલ ખેંચવામાં મોબાઈલ નુકસાન થયું હોવાની અરજી અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાઇ છે. એક ગુજરાતી કહેવત છે ને અતિને ગતિ ના હોય બસ તે જ રીતે અતિ વિવાદ થયા બાદ પણ ગતિ ધીમી ના પડતા મામલો બિચક્યો હતો.ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નિકિતા સોની મુંબઈ ખાતે તેનો મોટાભાગનો સમય પસાર કરે છે હાલમાં લોક ડાઉન હોવાના કારણે એ પોતાના અંકલેશ્વરનાં ઘર ખાતે રહે છે. લોક ડાઉન દરમિયાન ફિલ્મી અભિનેત્રીને સેવા કરવાનો શોખ જાગતા તેણે ઘરેથી જમવાનું બનાવી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની શરૂઆત કરી હતી. જોકે ત્યારબાદ પૂર્વ મામલતદારે કોઈ કારણોસર પરવાનગી ના આપતા ફિલ્મી અભિનેત્રી નિકિતા સોની એ મામલતદાર વિરુદ્ધ કિટની માંગણી કરાઇ હોવાના ગંભીર આક્ષેપ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.ત્યારબાદ અન્ય સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીની લઈ વિવાદ વકર્યો હતો. જ્યારબાદ ફરી એકવાર વોર્ડ નંબર ચાર આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા કોંગી નેતા (વોર્ડના નગરસેવક) સાથે સોશિયલ મીડિયા ઉપર થેરી હતી. જે મામલો શાંત પડે તે પહેલા વધુ એક વિવાદ વકર્યો છે. ફિલ્મી અભિનેત્રીના ઘર નજીક કેટલાક શાકભાજીવાળાઓ શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા તે દરમિયાન ગતરોજ ફિલ્મી અભિનેત્રી નિકિતા સોની તેમને કાયદાનો પાઠ ભણાવવા ઉપરાંત વેચાણ બંધ કરાવવા માટે પહોંચતા મામલો બિચક્યો હતો. શાકભાજીનું વેચાણ કરનાર લારીવાળાએ આ અંગેનો વિડીયો બનાવી ફેસબુક ઉપર લાઈવ કરતા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોકે વીડિયોમાં મોબાઇલમાં શૂટિંગ બંધ કરવા માટે મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કરતા મોબાઇલને નુકસાન થયું હોવાના ગંભીર આક્ષેપ શાકભાજીના વેપારીઓએ કર્યા છે. જોકે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે શાકભાજીવાળાએ ફિલ્મ અભિનેત્રી નિકિતા સોની, તેના પિતા તેમજ તેની નાની બહેન વિરુદ્ધ જાણવા જોગ અરજી આપી ફરિયાદ નોંધાવાની તજવીજ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોક ડાઉનનું પાલન કરવા માટે પોલીસ અને પ્રશાસન કટિબદ્ધ સાથે જ સક્ષમ પણ છે. ત્યારે આ વચ્ચે અંકલેશ્વરમાં લોક ડાઉન વચ્ચે રહીને જરૂરિયાતમંદોને સેવા કરનાર ફિલ્મી અભિનેત્રીનો આવો વિડિયો વાયરલ થતાં તેમના ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે સોશિયલ વિડીયો ઉપર કેટલીક ટિપ્પણીઓ થતા હવે સમગ્ર મામલો ચકડોળનાં આણે ચડયો છે.
ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો ઉગ્ર બન્યો.
Advertisement