Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર જીલ્લામાં સવારે 7 થી સાંજનાં 7 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી અપાતાં દુકાનો ખુલતાં લોકો ઉમટીયા.

Share

ભરૂચ જીલ્લો કોરોના વાઇરસનાં સંક્રમણ મામલે ઓરેંજ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. જયારે આજે જીલ્લામાં સવારનાં 7 થી સાંજનાં 7 વાગ્યા સુધી દુકાનો ખોલવાની છૂટને પગલે શહેર જીલ્લામાં જનજીવન સામાન્ય બની ગયું હતું. લોકો બજારોમાં ઉમટીયા હતા. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસની એન્ટ્રી અને જીલ્લામાં લોક ડાઉનનાં નિયમોનાં અમલ અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી. તમામ વેપાર, ધંધા, ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા હતા. પ્રથમ લોક ડાઉનનો તબકકો પૂરો થયો. બીજા લોક ડાઉનનાં તબક્કામાં આંશિક છૂટછાટ મળી ઉદ્યોગો શરૂ થયા અમુક દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જયારે ત્રીજા તબક્કાનાં લોક ડાઉનમાં તો લોકોની ધીરજ ખૂટી ગઈ લોકો કામ ધંધા વિના આર્થિક સંકડામણમાં આવી ગયા ભુખા મારવાનો વારો આવ્યો હતો ત્યારે જીલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડીને હવે ભરૂચ શહેર જીલ્લામાં લોકો સવારનાં 7 વાગ્યાથી સાંજનાં 7 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. પોતાનો વેપાર ધંધો પણ કરી શકશે. જો સામાજીક અંતર નહીં જળવાય તો તેવી દુકાન સંચાલકો સામે પગલાં ભરવાની જોગવાઈ પણ રાખી છે. ત્યારે આજે દુકાનો ખુલતા જ લોકો ખરીદી કરવા ઉમટીયા હતા. લોકટોળાં જામ્યા હતા. બેંકો બહાર લાંબી કતારો લાગી હતી એટલું જ નહીં પણ લોકો સામાજીક અંતરનાં ધજાગરા ઉડાડતાં નજરે પડયા હતા. જયારે ભરૂચ શહેરમાં તો જનજીવન સામાન્ય બની ગયું હોય તેવું વાતાવરણ લાગી રહ્યું હતું. રસ્તા પર વાહનો દોડતાં થયા હતા. લોકોનાં જીવનની ગાડી દોડતી થઈ હતી.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને સૂત્રધાર તરીકે લઈને રેડિયો વન પર #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ રજૂ કરે છે

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધામાં દિલનાજે ત્રીજો ક્રમ મેળવી સેગવાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!