Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જિલ્લાનાં ૪૬૪ ગામોમાં એકસાથે પહેલી વખત સેનિટાઇઝેશનની મેગા કામગીરી કરવામાં આવી.

Share

કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા રવિવારે જિલ્લાના તમામ ૪૬૪ ગામોમાં એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશનની મેગા ડ્રાઇવ હાથ ધરાઇ હતી. જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુની સૂચના અને માર્ગદર્શનને પગલે આ સામૂહિક કામગીરી સંપન્ન કરાઇ હતી. અમદાવાદ જીલ્લામાં સેનેટાઇઝેશનની મેગા ડ્રાઈવમાં ૧૬ લાખ વસતીને આવરી લેવાઇ હતી. ચાંગોદર ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કર્મિઓ, આરોગ્ય કર્મચારીઓ, સેનીટાઇઝેશનના કર્મચારીઓ, પંચાયત યોદ્ધા કમિટીના સભ્યોનું જીલ્લા વિકાસ અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, સરપંચ, તલાટી દ્વારા પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશબાબુએ જણાવ્યું હતું કે જિલ્લામાં આ રોગનું સંક્રમણ ન વધે તે માટે ખાસ તકેદારી રખાઈ છે અને જિલ્લામાં બહારના લોકોની અવરજવર પર નિયંત્રણ જેવા સર્વગ્રાહી પગલાં લેવાયા છે. તેના પગલે જિલ્લામાં રોગને એક ચોક્કસ લેવલ સુધી અટકાવી રાખી શકવામાં સફળતા મળી છે. એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટે મુખ્ય રસ્તાઓ, ઘરો, ફળિયા એમ સામૂહિક રીતે જંતુ રહિત કરવાની કામગીરી હાથ હાથ ધરાઇ હતી.
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણા અને મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણપણે સેનેટાઈઝેશનની કામગીરી માટે ૧૦૦ ફોગર મશીન, ૧ મોટુ વ્હિકલ વાળું કેનેન ફોગર મશીન, ૩૦૦ જેટલાં નાના પંપ તથા અન્ય ૫૦૦ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આ મેઘા કામગીરીમાં ૨૫૦૦૦ જેટલાં વ્યક્તિઓ કે જેમાં સ્વયં સેવકો, કર્મચારીઓનો ઉપયોગ કરાયો હતો અને ૧૩૫૦૦ લિટર સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ ૨૦%  દવા વપરાશમાં લેવામાં આવી છે. અમદાવાદ જીલ્લાના બધાજ ગામમાં સેનીટાઇઝેશન કરવામાં સેવા ભાવિ સામાજિક કાર્યકર મહેશભાઈ પરમાર અને મેઘમણી ઓર્ગેનીકના માલિક જયંતિભાઈ પટેલ અને આનંદભાઈ પટેલે તથા ભરૂચની શ્રી રામ કેમિકલના કલ્પેશભાઈ એ વિનામૂલ્યે ૩૦,૦૦૦/લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું હતું જેમાંથી ૪, ૫૦,૦૦૦/લીટર  સોલ્યુશન બનાવાયું હતું. આ સિવાય પણ મહેશભાઈ પરમાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીમાં આશરે ૨૩૦૦/લીટર સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડવામાં આવ્યું છે. એટલું જ નહીં રેન્જ અમદાવાદ, ખેડા,આણંદની મુખ્ય  જિલ્લા પોલીસ કચેરી, નડિયાદ નગરપાલિકા, મહેમદાવાદ મામલતદાર કચેરી, ગોધરા ટી ડી ઓ કચેરી, કાલોલ, મોરવાહડપ ટી ડી ઓ કચેરી ઉપરાંત અ.મ્યુ.કો. દક્ષિણ ઝોનમાં પણ સોડિયમ હાયપોકલોરાઇડ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ઝઘડિયા સ્થિત શ્રી રામ કેમિકલ દ્વારા પણ આ પ્રકારનું કેમિકલ પૂરું પાડવામાં આવ્યું છે.       

વંદના નીલકંઠ વાસુકિયા : વિરમગામ

Advertisement

Share

Related posts

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!