હાલ લોકડાઉન ચાલી રહ્યું છે પંચમહાલ જીલ્લામાં પણ કામ કરતા મજૂરો પણ ફસાયા છે.ત્યારે પંચમહાલ પોલીસને ટ્વિટ દ્વારા એક કાલોલના રહેવાસીએ જાણકારી આપી અને પોલીસ ત્યાં મદદ માટે પહોંચી ગઇ વાત એમ બની કે ઉત્તરપ્રદેશનાં અને હાલમાં કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતા પ્રશાંતકુમાર નામના વ્યક્તિએ જિલ્લા પોલીસને ટ્વીટ દ્વારા જાણ કરેલ કે તેમની પાસે તેમના ભાડાના ઘર ખાતે રાશન છે પરંતુ રસોઈ બનાવવાનો ઇન્ડક્શન સ્ટવ ખામીયુક્ત છે અને તેને લોકડાઉનના કારણે બદલી કે રિપેર પણ કરી શકાતો નથી. ટ્વિટની અસર જોવા મળી કે જેથી કાલોલ પોલીસ એકશનમાં સંવેદના દાખવી ઇન્ડક્શન સ્ટવની વ્યવસ્થા કરી આપી જરૂરી મદદ પૂરી પાડી હતી. કોરોના લોકડાઉનનાં કપરા કાળમાં સર્વત્ર માનવતા મહોરી ઉઠી છે જરૂરિયાતમંદને વ્હારે ઠેર ઠેર સેવાયજ્ઞઓ શરૂ થયા છે કોઈ ભૂખ્યું ન સુવે તે માટે શહેરો ગામોમાં જાણે સેવાનો સામુહિક સ્વયંભૂ સંકલ્પ લેવાયો હોઈ તે રીતે સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. નિ:સ્વાર્થ ભાવે સમર્પણ ભાવે સેવારત પંચમહાલ પોલીસ પ્રશાસનનો જોમ જુસ્સો ખરેખર સલામીને લાયક છે ત્યારે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં મૂળ ઉત્તરપ્રદેશથી ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે પોતાની રોજી રોટી કમાણી માટે આવેલ પરપ્રાંતીય યુવાન કાલોલ ખાતે એક ભાડાના મકાનમાં રહે છે પરંતુ તેની સાથે જીવનજરૂરી રાશનની બધી ચીજવસ્તુઓ છે પરંતુ પોતાની પાસે રસોઈ બનાવવા માટે જે ઈન્ડકશન સ્ટવ છે પરંતુ આ સ્ટવ ખામીયુક્ત અને બગડેલ હાલતમાં છે અને આવી લોકડાઉનની પરિસ્થિતિમાં કેવી રીતે રીપેર કરાવવા જાય જેથી મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ કાલોલ ખાતે ધંધા રોજગાર માટે આવેલ પ્રશાંત કુમારે જિલ્લા પોલીસ પ્રશાસનને ટ્વીટ દ્વારા પોતાની વ્યથા દર્શાવી હતી જેથી પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડૉ.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક આ પરપ્રાંતીય યુવાનને જરૂરી રસોઈની સામગ્રી અને ઈન્ડકશન સ્ટવની વ્યવસ્થા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી