વધતી જતી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લીધે જાહેર આરોગ્યને લક્ષમાં રાખીને લોકોની જાગૃતિ માટે હવે નાના ભૂલકાઓ પ્રયાસ કરવા પ્રેરાયા છે. આજે ૪૦ દિવસથી રાજયમાં લોકડાઉન ચાલી રહ્યું છે. નાના બાળકોથી માંડી ઉંમરલાયક લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે ત્યારે હાલ સમગ્ર ભારતમા લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે ઘરમાં બેસીને સમય પસાર કરવો કપરાકાળ જેવો લાગી રહ્યો છે. શાળાઓ બંધ કોલેજો બંધ એટલે કોલેજીયન અને ભૂલકાઓની હાલત કફોડી બની છે પણ આ બધા વચ્ચે એક નાનો બાળક પોતાનો સમય પસાર કરી રહ્યો છે.આ છોકરાનું નામ સ્વરમંથન ગાંધી છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ સીડનીમાં જન્મેલો સ્વરગાંધી નાનપણથી બુદ્ધિશાળી વ્યક્તિત્વ ઘરાવે છે.તેના પિતાનું નામ મંથન ગાંધી અને માતાનું નામ મીરલ મંથન ગાધી છે.૧૬ જૂન ૨૦૧૮ માં જન્મેલા સ્વરગાંધી સંગીતમા તબલા વગાડે છે. સાથે પોતાના મુખે જયશ્રીરામ અને શ્રીકૃષ્ણ શરણમ મમ બોલે છે.ગોધરામાં દાદા-દાદી અને વડોદરામાં નાના-નાની સાથે ઉછરયો છે.જે જાતે પોતાના કામો કરીને સેલ્ફ ડીસીપ્લીનમાં માને છે.
પંચમહાલ રાજુ સોલંકી