લોક ડાઉન લાભ દાયક,પોલીસની તિજોરીમાં જાણે કે ધન વર્ષા થઇ રહી હોય તેમ ગણતરીનાં જ દિવસોમાં દંડાત્મક કાર્યવાહીનો આંકડો લાખોમાં પહોંચ્યો છે, કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે લોક ડાઉનમાં દંડ વસુલાત થકી પોલીસની તિજોરી છલોછલ ભરાઇ છે, માત્ર ભરૂચ જિલ્લામાં લોક ડાઉન ફેસ ૧ અને ૨ ના દિવસો દરમિયાન પોલીસ વિભાગે ૫૦ લાખ ઉપરાંતના દંડની વસુલાત કરી છે. લોક ડાઉનની સ્થિતિનું પાલન ન કરી રસ્તાઓ ઉપર બિન જરૂરી કામ અર્થે અથવાતો નિયમો વિરૂદ્ધ જઈ અવનવા બહાના સાથે વાહનો લઇ ફરતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી, જેમાં લોક ડાઉન ૧ અને ૨ નાં સમયગાળા દરમિયાન ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી પોલીસે કુલ ૪૬૨૨ વાહનોની અટક કરી હતી. જેઓની પાસેથી અધરક એવી ૪૨ લાખ ૮૨ હજાર રૂપિયા જેટલી રકમ માત્ર ૩૦ એપ્રિલ સુધીમાં પોલીસ વિભાગે વસુલાત કરી છે, સાથે જ માસ્ક ન પહેરી જાહેરનામાંના ભંગ કરનારા સામે પણ પોલીસની કડકાઇ જોવા મળી હતી જેમાં ૭ લાખ ૯૭ હજાર રૂપિયા જેટલો દંડ પોલીસે વસુલ્યો હતો માત્ર એટલેથી જ વાત નથી અટકતી, આ તો વાત થઇ દંડાત્મક કાર્યવાહીની, આ સિવાય પોલીસે જિલ્લામાં જાહેરનામા ભંગના ૧૩૭૫ ગુના નોંધ્યા જેમાં ૨૪૫૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ ડ્રોનની મદદથી ૧૨૬ ગુના નોંધ્યા જેમાં ૩૪૮ આરોપીઓની ધરપકડ કરાઇ હતી, તેમજ સીસીટીવીના આધારે ૧૯ ગુના અને સાયબર ક્રાઇમનાં ત્રણ જેટલા ગુના પણ લોક ડાઉન ૧ અને ૨ ના સમયગાળા દરમિયાન પોલીસ ચોપડે નોંધાવવા પામ્યા છે. આમ લોકડાઉનમાં ભરૂચ જિલ્લા પોલીસની કાર્યવાહીએ અનેક લોકોને દંડ કરી ધનવર્ષા કરી હતી સાથે લોકોને પણ જાહેરનામાનાં નિયમોનું કડકાઇથી પાલન કરાવી એક કાંકડે બે શિકાર જેવી નીતિ અપનાવી છે.
ભરૂચ : શું તમે જાણો છો, લોક ડાઉન ૧/૨માં કેટલા ગુના નોંધાયા,દંડાત્મક કાર્યવાહીનો આંકડો ૫૦ લાખને પાર પહોંચ્યો, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે જાણો વધુ.
Advertisement