ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીને લઈને 144 ની કલમ તેમજ લોક ડાઉનનાં નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ભાર સામાજીક અંતર રાખવાનો વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ શહેર એ ડીવીઝન વિસ્તારમાં જે વેપારીઓની દુકાનો ખોલવા માટે મંજૂરી મળી છે તેવા વેપારીઓ સાથે આજે શહેર એ ડીવીઝન પી.આઇ તને તેમજ મામલતદાર દ્વારા આજે વેપારીઓ સાથે એક બેઠક યોજી કેટલાક શરતી સૂચનો કર્યા હતા. જ્યારે દુકાન ઉપર આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સમજાવો, તેમજ મોઢા ઉપર રૂમાલ કે પછી માસ્ક પહેરવાની સૂચના ખાસ આપજો અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પોલીસએ આપી હતી.
Advertisement