રાજપીપલા હાલ ગુજરાતમાં લોકડાઉન 3 કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામે 300 કિટોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં તેલ ઘઉં, ચોખા, ખાંડ સહિત જીવન જરૂરિયાત વસ્તુઓની કિટો બનાવી નર્મદા જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી હિતેશ વસાવા દ્વારા વિતરણ કરવામાં આવી હતી. તેમજ કેટલાક લોકોને દવાઓ પુરી થઈ જતા યુવા નેતા દ્વારા દવાઓ પણ પહોંચતી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા 80 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીંયા વસતા આદિવાસી સમાજના લોકો મજૂરી કરીને ખાનાર લોકો છે ત્યારે તેમના જ સમાજના યુવા નેતાએ તેમની પડખે ઉભું રહેવાનું નક્કી કર્યું હતું.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો
Advertisement