Proud of Gujarat
FeaturedGujaratINDIA

આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન દ્વારા કતપોર આયુર્વેદિક દવાખાનું તથા યોગી વિદ્યામંદિર શાળા હાંસોટનાં સૌજન્યથી હાંસોટ ખાતે  કોરોના વાઈરસ સામે ફરજ બજાવતાં કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવ્યો.

Share

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોના વાઇરસને હરાવવા માટે સરકાર અને વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા યેનકેન પ્રકારે મદદ કરી સેવા બજાવી રહ્યા છે. ત્યારે આજરોજ સરકારની આયુષ મંત્રાલયની ગાઈડ લાઈનને અનુરૂપ કતપોર આયુર્વેદિક દવાખાના અને હાંસોટ યોગી વિદ્યા મંદિર શાળા દ્વારા પોતાની જિંદગીની પરવા કર્યા વિના સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ, તાલુકા પંચાયતનાં અધિકારીઓ, બેંક કર્મચારીઓ તથા જી.ઈ.બી. કર્મચારીઓ આ મહામારી સામે સ્વસ્થ અને સશક્ત રહી કોરોના સામે સારી રીતે ફરજ બજાવી શકે તે હેતુથી ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. દરમિયાન કતપોર આયુર્વેદિક દવાખાનાંના મેડીકલ ઓફીસર ડૉ.ગૌતમ જસાણી અને યોગી વિદ્યા મંદિર શાળાના પ્રમુખ હરેશ ભાઈ યુ.પટેલ સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો, 17 સભ્યોએ કર્યું વૉકઆઉટ

ProudOfGujarat

વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના 99% થી પણ ઓછી : NIV ના રિસર્ચમાં ખુલાસો.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં ઉમરા ગામ પાસે એસટી બસે બે મોટરસાયકલોને અડફેટમાં લેતા એકનું મોત બે ધાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!