ગોધરા શહેરમાં વધતા જતા કોરોના વાયરસનાં આ સંક્રમણને રોકવા પણ તંત્ર અને પોલીસ કમર કસી રહ્યુ છે,વાયરસને વધુ ફેલાતો રોકવા માટે તંત્ર તરફથી કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવીને કેટલાક વિસ્તારનાં તમામ રસ્તાઓ સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા શહેરનાં ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અને આર એન્ડ બી વિભાગ દ્વારા આડાશો મુકવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે કેટલાક ઇસમોએ લોંખડની પાઈપો અને લાકડાનાં ધોકા સાથે આજે જીવતા નહીં છોડીએ તેમ કહી હુમલો કર્યો હતો. જેમાં એક પી.એસ.આઈ.ને ઇજા પહોંચી છે. આ અંગેની જાણ થતાં સ્થળ પર ધસી ગયેલી પોલીસે તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા તોફાનીઓએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો પણ કર્યો હતો.આ વિસ્તારમાં ટોળા વધતા પથ્થરમારો આક્રમક રીતે શરૂ થતાં આખરે પોલીસે સ્થિતીને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જિલ્લા પોલીસ વડા લીના પાટીલની સુચના મુજબ વધુ પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવ્યો હતો. હાલ સ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનુ જાણવા મળ્યુ છે.આ મામલે ગોધરા બી.ડીવીઝન પોલીસ મથકે 32 જેટલા ઇસમો સામે નામજોગ તેમજ ૩૦૦ થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે અને ૧૦ જેટલા ઇસમોની અટકાયત કરી હોવાનુ જાણવા મળેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા શહેરમાં ગુહ્યા મહોલ્લામાં લોકટોળાંએ પોલીસ પર હુમલો કરતાં ટીયરગેસનાં સેલ છોડાયાં.
Advertisement