પંચમહાલ જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને સાથે છેવાડાનાં ગામડાઓમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા નિરાધાર ગરીબ જરૂરિયાતમંદ લોકોને રોજનું બે ટંક ભોજન મળી રહે તે હેતુસર એપીએમસી ગોધરાનાં સભ્ય અને તાલુકા પંચાયત, ગોધરાના ઉપપ્રમુખ દ્વારા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોધરા તાલુકાના સાંકલી તાલુકા પંચાયતનાં વિસ્તારમાં વિધવા બહેનો પોતાનું જીવન મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હોય છે અને હાલ ચાલી રહેલ લોકડાઉનની સ્થિતિમાં રોજ કમાઈને રોજ ખાનાર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એપીએમસી ગોધરાના સભ્ય અને તાલુકા પંચાયત ગોધરાના ઉપપ્રમુખ અરવિંદસિંહ બી. પરમાર દ્વારા સાંકલી તાલુકા પંચાયત વિસ્તારના ગામોમાં 108 રાશન કીટ વિધવા બહેનોને વિતરણ કરવામાં આવી હતી. વિધવા બહેનોને માસ્ક આપી કોરોના વાઇરસથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે માટે વિસ્તૃત માહિતી પણ ઉપપ્રમુખ દ્વારા આપવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : ગોધરા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement