ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવનાં દર્દીઓ મળ્યા બાદ લોક ડાઉનનાં નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેને લઈને સામાજીક અંતર નહીં જળવાતાં શહેરનું દાંડિયા બજાર અને ધોળીકુઇ બજારને બંધ કરી નવું માર્કેટ રોટરી કલબ રોડ ઉપર શરૂ કરાવ્યું છે. જીલ્લામાં લોક ડાઉનનાં નિયમો લાગુ છે કલમ 144 પણ લાગુ છે ત્યારે જીલ્લામાં કોરોના પોઝીટિવનાં દર્દીઓની સંખ્યા વધતાં જે તે સમયે જીલ્લા કલેકટરે જુની APMC બંધ કરાવી નવી APMC માં શાક માર્કેટ ખસેડવાની ફરજ પડી હતી. જયારે શહેરમાં ફુરજા વિસ્તારમાં પણ સામાજીક અંતર મામલે નિયમોનો ભંગ થતાં અહીં પતરાં મારી રસ્તાઓ બંધ કરાવ્યાં હતા. જયારે ભરૂચ શહેરમાં આજે પણ છુટક શાકભાજી, ફળફળાદીની લારીઓ ફરી રહી છે. સવારે શહેરનાં દાંડિયા બજાર વિસ્તારમાં શાકભાજી અને મચ્છી બજાર ભરાઈ છે ત્યારે દાંડિયા બજાર અને ધોળીકુઇ બજારમાં પણ સવારે ભરાતાં બજારને લઈને લોકટોળા ઉમટે છે. જેને પગલે તંત્રને જાણ થતાં પાલિકા દ્વારા આજે દાંડિયા બજાર, ધોળીકુઇ બજારમાં જવાનો રસ્તો પતરાં મારી બંધ કરવી દીધો હતો અને અહીંનું બજાર પણ બંધ કરાવીને રોટરી કલબ નજીકનાં રસ્તા ઉપર લારીઓ ઊભી રાખવા સૂચના આપી દેવામાં આવી હતી.
જયારે અહીં પણ સામાજીક અંતર બની રહે તે માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જોકે હજુ ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનો ભય યથાવત છે ત્યારે લોકોએ પણ બિન જરૂરી બહાર નહીં નીકળીને પોતાને મહામારીથી બચાવી શકાય છે.
ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.
Advertisement