કોરોના વાયરસને લઇને લોકડાઉન અમલી છે.જ્યારે પોલીસ ખડેપગે ફરજ બજાવી લોકડાઉનનો અમલ કરાવી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીમાં ગોધરામાં ભુરાવાવ ચોકડી પર પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચવા સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે પરિવારજનો પોતાના ઘરમાં રહી પોતાને સુરક્ષિત રાખી રહ્યા છે ત્યારે આવા કપરા સંજોગોમાં ખડે પગે ચોવીસ કલાક સુધી ફરજ બજાવતા પોલીસ તંત્ર દિવસ રાત એક કરી ફરજ તૈનાત પર હાજર રહી પોતાની ઉમદા કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે અને સૂર્યના ધમધમતા તાપમાં પણ ઠેકઠેકાણે પોલીસ કર્મચારીઓ દેશ અને પ્રજાની સેવા માટે તૈયાર રહી આકરો તાપ પણ સહન કરી રહ્યા છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકડાઉનની ફરજ બજાવી રહ્યા છે.પંચમહાલના ગોધરાના A ડીવીઝન અને B ડીવીઝન પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો ફરજ બજાવી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement