જયપુરમાં જન્મ અને થિયેટરથી પોતાની કારકીર્દી શરૂ કરનાર તેમજ પોતાની અલગારી અદાકારીથી કરોડો ફિલ્મ રસીકોના દિલમાં મોટી લોકચાહના ધરાવતા થિયેટર અને બોલીવુડ ફિલ્મ અદાકાર ઈરફાન ખાનનું આજે મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે કેન્સરની બિમારી સામે ઝઝુમતા નિધન થયું હતુ. ૨૦૧૮માં તેને પાચનતંત્રને લગતી અગમ્ય બિમારીનું નિદાન બહાર આવતાં તેણે ખુદ ટ્વીટ કરીને ચાહકોને જણાવ્યું હતુ અને અમેરિકા જઈ સારવાર લીધી હતી અને થોડા સમય અગાઉ પરત આવી ફિલ્મ ઈંગ્લીશ મિડીયમ પૂર્ણ કરી હતી. બાદમાં કેન્સર ડીટેકટ થતાં સારવાર હેઠળ હતા. પ૩ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર ઈરફાન ખાને ટૂંકા ગાળામાં મોટી પ્રસિદ્ધી અને અપાર સફળતા મેળવી હતી, પાનસિંહ તોમર, લાઈફ ઈન મેટ્રો, હાંસિલ, હિન્દી મિડીયમ જેવી કેટલીય ફિલ્મોમાં અભિનય કર્યો હતો તો પદ્મશ્રી (2011) સહિત ઘણા નામી એવોર્ડ મેળવ્યા હતા. દરેક ફિલ્મમાં પોતાની અદાકારીની અમીટ છાપ છોડી જનાર ઈરફાન ખાન ચાહકોના દિલમાં સદાય જીવંત રહેશે.
મેટર મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો