Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ૧૦૮ ઇમરજન્સીનાં મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ પોતાના કાર્ય સ્થળે જ સમય મળયે નમાજ અદા કરે છે.

Share

હાલમાં કોરોનારૂપી વિશ્વવ્યાપી મહામારી ચાલી રહી છે. જે પુરા વિશ્વમાં મોટાભાગના દરેક દેશોમાં ફેલાયલી છે.અન્ય દેશોની જેમ ભારત દેશમાં તેમજ આપણા ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ દેખાવાનું શરૂ થયુ ત્યારે તેને કંટ્રોલમાં રાખવા દેશવ્યાપી લોક ડાઉન જાહેર કરાયુ. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યારે આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ ખડે પગે મહેનત કરી રહ્યા છે.૧૦૮ ઇમર્જન્સી સેવા પણ આરોગ્ય વિભાગનું એક મહત્વનું અંગ છે.હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઇમર્જન્સી સેવામાં કુલ ૮૦ જેટલા આરોગ્ય કર્મીઓ ફરજ બજાવે છે.તેમાં ૧૨ જેટલા મુસ્લીમ કર્મચારીઓ પણ છે.આ કપરી પરિસ્થિતિના સમયે તંત્ર લોકો સાથે મળી આ મહામારીને પહોંચી વળવા કટિબદ્ધ થયું છે અને સહુ કોઇ આ મહામારીથી બચવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે.આ પ્રયત્નોના ભાગરૂપે ભરૂચ જીલ્લાની અંદર જી.વી.કે.ઈ.એમ.આર.આઈ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ પણ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે. તેમાં પણ વિશેષ હાલમાં રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે આ પવિત્ર માસની અંદર મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરી માનવ કલ્યાણ માટેની દુઆઓ માંગતા હોય છે. તેના જ ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના રૂપી મહામારી સામે લડત આપવા તેમજ લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ થયા છે.આ પવિત્ર માસમાં જ્યારે નમાઝ પઢવા જવાનું હોય ત્યારે હાલની પરિસ્થિતિ જોતા તેઓ પોતાના કાર્યસ્થળ પર જ નમાજ અદા કરે છે અને માનવજીવન બચાવવા સંકલ્પ કરે છે.હાલના કોરોના ગ્રસ્ત માહોલ વચ્ચે ભરૂચ જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવામાં કામ કરતા તમામ કર્મચારીઓનું હાલ એક જ ધ્યેય છે અને તે ભરૂચ જિલ્લાના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ રહેવું. અને લોકોને કોઇપણ મુશ્કેલી જણાય તો તરત જ તેમની વ્હારે જવું. કર્મચારીઓની આ ઉમદા કામગીરી અને કર્તવ્ય નિષ્ઠાને ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ બિરદાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

વડોદરા ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ આરોગ્ય સેવા વાનોનું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે વરસાદ પડયો.

ProudOfGujarat

પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરતા ઇસમને ઝડપી લેવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!