Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક અગત્યની જાહેરાતમાં જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારો ધરાવતા વોર્ડ ૩, ૬ અને ૯ ને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. આ વોર્ડમાં આવતા તમામ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણો લાગુ પડશે. આ વિસ્તારોમાં મેડિકલ ઈમરજન્સી સિવાયની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારના નાગરિકો માટે દૂધ, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓ કન્ટેઇનમેન્ટ ઝોનની અંદર જ પુરી પાડવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જિલ્લા કલેકટરશ્રી દ્વારા આ અંગેનું વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં શ્રી અરોરાએ જણાવ્યું હતું કે શહેરના વેપારી એસોસિએશન સાથે યોજાયેલી બેઠકમાં શહેરમાં સંક્રમણની સ્થિતિને લઈને એસોસિએશન દ્વારા બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને ગોધરા નગરપાલિકાની હદમાં આવતી બિન આવશ્યક ચીજવસ્તુઓની તમામ દુકાનોને ખુલ્લી રાખવા અંગે અપાયેલી પરવાનગી સાત દિવસ માટે એટલે કે તારીખ ૩.૦૫.૨૦૨૦ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર-૩, ૬ અને ૯માં સમાવિષ્ટ વિસ્તારો. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર -૩ માં પ્રભાકુંજ સોસાયટી, શાંતિ નિવાસ સોસાયટી, અલંકાર સોસાયટી, સુકલ સોસાયટી, વલ્લભ પાર્ક, કલાલ દરવાજા, ચિત્રા રોડ, ચર્ચ, જૈન સોસાયટી, પોલીસ હેડ કવાર્ટર વિસ્તારોનો સમાવેશ થાય છે. જયારે વોર્ડ નંબર-૬ માં પોલન બજાર, ગુહ્યા મહોલ્લા, જુના બસ સ્ટેન્ડ, વાલી ફળીયા નંબર એક બે ત્રણ, મલા કમ્પાઉન્ડ, મહમમ્દી મહોલ્લા અને રાટા પ્લોટનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર-૯ માં વ્હોરવાડ, મીઠી ખાન મહોલ્લા, અબરાર મહોલ્લા, રાણી મસ્જિદ, મુસ્લિમ સોસાયટી, ચિકેલી રોડ અને રકસન રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જિ.પં. પ્રમુખે પિરામણ ખાતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી.

ProudOfGujarat

તમન્ના ભાટિયા એ એક ગુપ્ત ઘટક છે જેની ફિલ્મ નિર્માતાઓને જરૂર હોય છે, તેની સફળતાનો દોર એનો પુરાવો છે!

ProudOfGujarat

ભરૂચનાં મધુરમ પાર્ટી પ્લોટ ખાતે ક્રિકેટની અદ્યતન સુવિધા સજ્જ એવા રિચિ એકેડમીનો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!