કોરોના વાયરસની મહામારીને લઇને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ રીલીફ ફંડમાં નેત્રંગ ગામમાં રહેતા એક પાંચ વર્ષના બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી ન કરીને પોતે પાંચ વર્ષથી પોતાના ગલ્લામાં એકત્ર કરેલા રૂપિયા રીલીફ ફંડમાં અર્પણ કરીને માનવતા મહેકાવી છે. નેત્રંગ ગામના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર પાસે રહેતા અને મૂળ વડોદરા જિલ્લાના વડુ ગામના સેવાભાવી સ્વ. ભૂપેન્દ્રભાઇ રવચંદભાઇ શાહના દિકરા રશેષભાઇનો પુત્ર પાર્શ્વકુમાર રશેષભાઇ શાહનો ચાલુ વર્ષે તા.૧૪ મી એપ્રિલના રોજ પાંચમો જન્મ દિવસ (બર્થ ડે) હોઇ ત્યારે પાર્શ્વકુમારે આ દિવસે પોતાની જાતે પોતાના પિતા પાસે ઇચ્છા વ્યકત કરી કે પપ્પા આપણે મારા બર્થડેની ઉજવણી કોરોના વાયરસને કારણે કરવાની નથી. મારો ગલ્લો આજે આપણે તોડી નાંખીએ અને તેમાંથી જે કાંઇ રૂપિયા નિકળે તે આપણે પ્રધાનમંત્રી મોદી દ્વારા કોરોના વાયરસને લઈને જે રીલીફ ફંડ શરૂ કરેલ છે તેમાં દાન કરી દઈએ. તેની વાતને ધ્યાને લઈ રશેષભાઇ શાહ તેમજ પ્રદીપભાઇ ગુર્જર દ્વારા નેત્રંગના મામલતદાર એલ. આર. ચૌધરીનો સંપર્ક કરતા તેઓ આ બાળકની વાત સાંભળીને ખુશ થયા અને જણાવેલ કે રીલીફ ફંડમાં એકાઉન્ટ પે નો ચેક આપવો પડશે. જેને લઇને આજરોજ ૨૮ મી એપ્રિલના રોજ પાર્શ્વકુમાર શાહની ઇચ્છા પૂર્ણ કરવા માટે મામલતદાર એલ.આર ચૌધરીને તેના હસ્તે રૂપિયા ૧૦૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.પાર્શ્વ શાહે આ નિમિત્તે જણાવેલ કે મોદીદાદા દ્વારા મેં મોકલાવેલ રૂપિયા તમો સ્વીકાર કરશો અને કોરોનાને દેશમાંથી ભગાવવાની માંગ મૂકી હતી. રાજયભરમાંથી નેત્રંગ ટાઉનનો પાર્શ્વકુમાર જે પાંચ જ વર્ષની ઊંમર ધરાવે છે. જેણે રીલીફ ફંડમાં પોતાનો ગલ્લો તોડીને દાન કર્યુ હોઇ તેવો પ્રથમ બનાવ હોઇ નેત્રંગના મામલતદાર એલ.આર. ચૌધરીએ શાબાશી આપી હતી, કોરોના વાયરસને લઇને હાથ મીલાવી શકાય નહિ પરંતુ નાના બાળકે જે ઇચ્છા દાનની વ્યકત કરીને ચેક અર્પણ કર્યો ત્યારે તેઓએ તેની સાથે હાથ મીલાવવામાં પણ પાછીપાની કરી નહિ. પાર્થ શાહે સ્વ. ભૂપેન્દ્રભાઇ રવચંદભાઇ શાહ પરિવાર સહિત નેત્રંગ ટાઉનનું ગૌરવ વધારતા ટાઉનમાં આનંદ વ્યાપી ગયો છે.
રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
નેત્રંગ : પાંચ વર્ષનાં બાળકે જન્મદિવસની ઉજવણી ન કરીને પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ /- અર્પણ કર્યા.
Advertisement