હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત ફફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા સખી દાતાઓના સહયોગથી ગરીબ જરૂરીયાત મંદોને 300 જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું હતું. રાજપીપળાનાં મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટમાં ચોખા, ઘઉંનો લોટ, તુવેરદાળ ,ખાંડ, તેલ, હળદર, મરચું, બેસન, ધાણા પાવડર, ચા, ખજૂર સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. આ બાબતે સેવાભાવી યુવાનોએ જણાવ્યું હતું કે લોકડાઉનનાં કારણે લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે તો રમઝાન માસમાં ગરીબ વર્ગ પણ પગભર રહે તેમને રોજા રાખવામાં તકલીફ ન પડે જેથી આવા જરૂરતમંદ લોકોને સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા સખી દાતાઓના સહયોગથી 300 જેટલી અનાજની કિટનું વિતરણ કરાયું છે. ઉપરાંત સખી દાતાઓ તેમજ કીટ વિતરણમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
રાજપીપળા ખાતે સખી દાતાઓનાં સહયોગથી સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા 300 જેટલી અનાજની કિટનું વિતરણ કરાયું.
Advertisement