પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભાંગોરી ગામના મનસુખભાઈ નગીનભાઇ વસાવા (ઉં.૪૯) રાત્રીના દસ વાગ્યાની આસપાસ કોયલી માંડવી સીમમાં આવેલ ખેતરમાં મગનું વાવેતર કયુૅ હોય ત્યાં મગ સાચવતા હતા,ત્યારે પોતાને પિતાને જમવાનું આપવા માટે મનસુખભાઈ વસાવાનો પુત્ર રાકેશભાઈ વસાવા ગયા હતા,ત્યાં પિતા નજરે નહીં પડતા આજુબાજુના ખેતરમાં શોધખોળ કરી હતી,પરંતુ મળ્યા ન હતા,એટલે કે બીજા દિવસે ફરી શોધખોળ કરતા આટખોલ ગામની સીમમાં આવેલ કોતરડામાં ચેકડેમ બનાવેલ હોય ત્યાં આગળના ભાગે મનસુખભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો,અને મૃતદેહને કમરના ભાગે તેમજ ગળાના ભાગે કાળા ધબ્બાની નિશાની જણાઇ રહી હતી,ત્યારબાદ ઘટનાની જાણ પરિવારના સભ્યો અને સરપંચને કરતાં મૃતદેહને ખાનગી વાહન મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો,આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી મૃતદેહનો પી.એમ કરાવી આગળની તપાસ હાથધરી હતી.
નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.
Advertisement