વાંકલ-રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી ગણપત વસાવા અને સુરત જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડે સુરત જીલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે માંગરોળ અને ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસનો ભોગ બનેલા દર્દીઓના ગામની મુલાકાત લઇ કોરોના વાયરસ સામેના તકેદારી અંગેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. માંગરોળ તાલુકાના બોરીયા ગામે મંત્રી ગણપતભાઇ વસાવા આરોગ્ય અધિકારી ટીમ સાથે આવ્યા હતા. જીલ્લા આરોગ્ય અધિકારી હસમુખભાઇ ચૌધરીએ ગામના સરપંચ સહિત અગ્રણી આગેવાનોને વાયરસ અંગેની તકેદારીનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મંત્રી ગણપતભાઇ વસાવાએ માર્ગદર્શન સાથે કોરોના સામે લડવા યુવાનોની કોરોના વોરીયર્સ ટીમ બનાવવા સુચન કર્યું હતું. જીલ્લા ભાજપ પ્રમુખ દિલિપસિંહ રાઠોડ, જીલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન દિપક વસાવા. તા.પં.પ્રમુખ જગદીશ ગામિત વગેરેના હસ્તે અનાજ કીટ, સાબુ, માસ્કનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા તેમજ સુરત જીલ્લા આરોગ્ય અધિકારીની ટીમે ઉંમરપાડાના ચોખવાડા અને ખોડમ્બા ગામની મુલાકાત લીધી હતી. બંને ગામોમાં કોરોના વાયરસના કેસ મળી આવેલ હોવાથી લોકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું તેમજ સાબુ, માસ્કનું વિતરણ કરાયુ હતુ. તાલુકા ભાજપના આગેવાનો અમિષ વસાવા, અર્જુન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
માંગરોળ-ઉંમરપાડા તાલુકામાં કોરોના વાયરસ દર્દીઓની ગામનાં મંત્રી ગણપત વસાવાએ આરોગ્ય અધિકારીની ટીમ સાથે મુલાકાત લીધી.
Advertisement