આજરોજ હાલનાં સંજોગોમાં કોરોના વાઇરસનાં મહારોગ ભરડામાં છે ત્યારે આજે લોકડાઉન ચાલી રહીયું છે ત્યારે સરકાર શ્રીના ગાઈડ લાઇન જારી કરી છે તો લોક ડાઉનનો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અમલ કરે તેમજ દરેકે માસ્ક પહેરવુ, સેનેટાઇઝરનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે એવા સૂચનો કરેલ હતા. લીંબડીને છોટા કાશી તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું છે. જ્યારે આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતે લીંબડીના શહેરના વેપારીઓને સરકારની ગાઈડ લાઇન પ્રમાણે ખાસ દરેક વેપારીઓના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજાઈ અને દરેક ધંધા માટેના ચોક્કસ ટાઈમ સમય અમલ થાય તે માટે આજે લીંબડીમાં કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લીંબડી અધિકારીઓએ વેપારીના ખાસ સૂચનો સાંભળીયા હતા અને બધા વેપારીઓ એક સાથે રહીને બધા વેપારીઓ બપોરે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે લીંબડી મુખ્ય અધિકારીઓને વેપારીઓ સર્વાનુમતે જણાવ્યું હતું. અને વેપારીઓ 12 સુધી નિર્ણય માન્ય રાખવામાં આવ્યો હતો.તેમજ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ત્યારે આ સમયે પોલીસ તંત્ર, વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને દરેક વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજરી આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.
Advertisement