Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કન્ટેઈનમેન્ટ વિસ્તારો સિવાયનાં વિસ્તારોમાં દુકાનો શરૂ કરવા અંગે શરતી પરવાનગી આપતું જાહેરનામું બહાર પડાયું.

Share

ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાંથી રાજ્ય સરકાર/ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલ કોવિડ-19 થી સંક્રમિત હોટ સ્પોટ, રેડઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં અમુક કિસ્સાઓમાં શરતી છૂટછાટ આપવા અંગે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144, ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-43 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ અધિકારની રૂએ તા.26/04/2020થી જિલ્લાના નીચે મુજબના દુકાનદારો/ધંધાદારીઓને તેઓની દુકાન ચાલુ રાખવા માટે શરતી પરવાનગી આપતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તદઅનુસાર, નગરપાલિકાના હદ વિસ્તાર બહાર આવેલ તમામ દુકાનો કે જે શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે તેઓના કુલ કર્મચારી/ કામદારોના ૫૦% કર્મચારી/ કામદારો સાથે ચાલુ રાખી શકશે. આ વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. નગરપાલિકા હદ વિસ્તારમાં રાજ્ય શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ સીંગલ દુકાનો, નેબરહૂડ શોપ્સ, રહેણાંક સંકુલો સહિતની (બજાર સંકુલ, મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ્સની દુકાનો સિવાયની) તમામ દુકાનો 50 ટકા કારીગરોની ક્ષમતા સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધારા ધોરણોનું ફરજિયાતપણે પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. આ જાહેરનામામાં કરાયેલી સ્પષ્ટતા મુજબ ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. પાન-માવાના ગલ્લાઓ, તમાકુ-ગુટખા, સિગારેટ-બીડીની દુકાનો, હેર કટીંગ સલુન/વાળંદની દુકાનો, સ્પા, ચાની દુકાન (ટી-સ્ટોલ), ફરસાણ, ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલો બંધ રહેશે. જિલ્લામાં હોટ સ્પોટ, રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારો કે જાહેર થનારા વિસ્તારોમાં કોઈપણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. ઘરેથી દુકાનો જતી વખતે સેલ્સ એન્ડ શોપ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અન્વયે મળેલ લાયસન્સ/ પ્રમાણપત્રની નકલ તથા પોતાનો ફોટો આઈ.ડી. ફરજિયાતપણે પોતાની સાથે રાખવાનું રહેશે. આ માટે અલગથી કોઈ પાસની જરૂરિયાત રહેશે નહીં. આ જાહેરનામાં દર્શાવેલી શરતો મુજબ દુકાન પર આવતી દરેક વ્યક્તિઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. દુકાન પર ભીડ એકઠી ન થાય તે જોવાની જવાબદારી દુકાનદારની રહેશે. દુકાન પર આવનાર તમામ વ્યક્તિઓ, ગ્રાહકોએ ફરજિયાતપણે ફેસમાસ્ક/ ચહેરા માટે રક્ષણાત્મક કવરનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક કર્મચારી/કામદારોને હેન્ડ વોશ, સેનીટાઈઝર, માસ્ક, ગ્લોવ્સ વિગેરે પૂરા પાડવાના રહેશે. સ્વચ્છતા જાળવવા સાથે સેનેટાઈઝર, હાથ સાફ કરવા સાબુ, પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. દુકાનનું સ્થળ ભવિષ્યમાં હોટ સ્પોટ, રેડ ઝોન અને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તો દુકાન તાત્કાલિક બંધ કરવાની રહેશે. આ ઉપરાંત, ગ્રાહકો/કારિગરોનો સ્પર્શ વધારે થતો હોય તેવા વિસ્તારો જેવા કે દરવાજાનું હેન્ડલ, ટેલિફોન, રેલિંગ્સ, લાઈટની સ્વીચ, દિવાલનો એરિયા તથા કોમ્પ્યુટર ટચ પેડ અને કી-પેડનું 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડથી દરરોજ ડિસઈન્ફેક્ટ કરવાના રહેશે. ડિસ્પોઝેબલ માસ્કના નિકાલ માટે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બેગ તેમજ ડસ્ટબીનની વ્યવસ્થા કરવાની રહેશે. હોટ સ્પોટ, રેડ ઝોન તેમજ કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તારમાંથી કર્મચારી/કામદારોને કામ પર બોલાવી શકાશે નહીં. દરેક દુકાનદારોએ સરકાર દ્વારા કોવિડ-19 અંગે કરાતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ હુકમ તા.26/04/2020થી તા.03/05/2020 (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ-2005ની કલમ 51 થી 58 અને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ તેમજ ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-139 અનુસાર શિક્ષાને પાત્ર થશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ ગાયત્રી મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!