Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડીમાં નાની બાળકીએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પટેલ નગર વિસ્તારમાં રહેતી માહેનુર રફીકએહમદ ખત્રી નામની એક ૬ વર્ષની નાની બાળકીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરુ થયો છે ત્યારે મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોજા રાખીને કોરોનાનો કહેર નાબુદ થાય એવી દુઆ અલ્લાહથી માંગી રહ્યા છે.ત્યારે રાજપારડી પટેલ નગરમાં રહેતી નાનકડી બાળકી માહેનુર ખત્રીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી.નાની બાળકીએ રોજો રાખતા સમાજના લોકોએ બાળકીને મુબારક પાઠવીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:શહેર પોલીસ સ્ટેશનમાં રમજાન મહિના ને ધ્યાનમાં લઈને શાંતિ સમારોહની મીટીંગ યોજાઇ….

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકારનાં કૃષિ બિલનાં વિરોધમાં જિલ્લાનાં ખેડુતો પણ જોડાયા, ભરૂચનાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર બીરબલની ખીચડીનો કાર્યક્રમ કર્યો..જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : કરજણ તાલુકાનાં નારેશ્વર ખાતે આવેલ રંગ અવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!