કોરોના વાયરસની મહામારીમાંથી લોકોને બચાવી શકાય તેની આગમચેતી રૂપે ઘાણાવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં સેનીટાઈઝેશન કરી. શાકભાજી વિતરણ સેવા કાર્ય ગામના સરપંચશ્રી તરફથી કરવામાં આવ્યું. કોરોના વાયરસની મહામારીની સવારી ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ દેખા દીધી છે તેવા સમયે પોતાના પંચાયત વિસ્તારમાં સાવચેતીનાં પગલાંરૂપે સરપંચશ્રી ધરમસિંગ વસાવાએ પંપ દ્વારા સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો. સાથોસાથ લોકડાઉનનાં સમયમાં લાંબા સમયથી રોજગારથી વંચિત ગ્રામજનોને સહાયરૂપ બનવા 1000 કિલોગ્રામ જેટલી રીંગણા અને ગુવારફળીની શાકભાજી ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં ડેપ્યુટી સરપંચ અને યુવાકર્મઠો પણ સેવાકાર્યમાં જોડાઈ પુણ્યશાળી બન્યા હતા.
Advertisement