વાંકલ-ઉંમરપાડા તાલુકાના કેવડી ગામના કોરોના વાયરસ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ બે ખેડૂતોનો રીપોર્ટ પોઝીટીવ આવતા ઉંમરપાડા તાલુકામાં કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રની ચિંતામાં વધારો થયો છે.તાજેતરમાં ઉંમરપાડા કેવડી ગામેથી બે પોઝીટીવ કેસ મળી આવ્યા હતા અને અનુમાન મુજબ નર્મદા જીલ્લાના ભુતબેડા ગામે એક મહિલા મહારાષ્ટ્રથી પોતાના વતન ભુતબેડા ગામે કેવડી ગામ થઇ આવી હતી. જેમાં એક મેડીકલ સ્ટોર ચલાવતા મહેન્દ્રભાઇ પુરોહિત તેમજ અનાજ કરીયાણાના વેપારી બાબુલાલ વૈષ્ણવને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવ્યું હતું, ત્યાર બાદ આ બંને કેવડી ગામના દર્દીના સંપર્કમાં જે વ્યક્તી આવ્યા હતા તેની તપાસ આરોગ્ય વિભાગ કરી રહ્યું હતું. જેમાં કેવડી ગામના વેપારી બાબુલાલ વૈષ્ણવને ત્યાં ખોડામ્બા ચોખવાડા ગામના ખેડૂતો મક્કાઇ વેચવા આવ્યા હતા, કુલ ૧૩ ખેડૂતોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા જેમાંથી બે ખેડૂતોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં રણજીતભાઇ લક્ષમણભાઇ વસાવા ઉ.વ.૪૬, રહે.ચોખવાડા તા.ઉંમરપાડા, તેમજ શુક્કરભાઇ જાન્યાભાઇ વસાવા ઉ.વ.૪૦, રહે.ખોડામ્બા તા.ઉંમરપાડા. આ બંને ખેડૂતો કેવડી ગામે તા.૧૦ ના રોજ મક્કાઇ વેચવા આવ્યા હતા તેમના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ ઘરના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરી દીધા હતા તેમજ બીજા કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. હાલ બંને ગામમાં તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ચોખવાડા ગામના સરપંચ હરિસિંગભાઇ વસાવાએ આ સંદર્ભમાં જણાવ્યું કે પોલીસ તંત્રએ જરૂરી પગલા લીધા છે તેમજ અમારા પંચાયતના આગેવાનો, યુવાનો ગામમાં પુરતી તકેદારી રાખી રહ્યા છે. આવતીકાલથી આરોગ્યવિભાગની ટીમને પુરતો સહકાર આમે આપીશું.
કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલા વધુ બે ખેડૂતોનાં રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ચાર કેસ નોંધાયા તંત્રની ચિંતામાં વધારો.
Advertisement