Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળા દ્વારા આપવામાં આવતું ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું.

Share

કોરોના વાયરસની મહામારીથી બચવા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ શાળા કોલેજો પણ બંધ છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે આ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 માં આવ્યા છે. ત્યારે ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને સમયસર તેમનું શિક્ષણ કાર્ય પૂરું થાય તે હેતુથી રાજપીપળાની નવદુર્ગા હાઇસ્કૂલ દ્વારા એક એપ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે. આ શાળા ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મુખ્ય વિષયનું શિક્ષણ ઓનલાઈન તજજ્ઞો દ્વારા આપે છે અને આગામી ડિસેમ્બરમાં તેમનો તમામ કોર્ષ પૂરો થાય અને જાન્યુઆરીથી પુનરાવર્તન પણ કરી શકાય ઉપરાંત લોકડાઉનમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ શિક્ષણ પ્રાપ્ત કરી લોકડાઉનનો સદુપયોગ કરે તેવો પ્રયાસ આ શાળા દ્વારા કરાયો છે. નર્મદા જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ આપવાનો લગભગ આ પ્રથમ પ્રયાસ છે. શાળાનાં આચાર્ય વિરલ પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર નિમેષ પંડ્યાએ જણાવ્યું હતુ કે હાલ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું રોજ ત્રણ કલાક ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.અન્ય ધોરણનું પણ આયોજન કરી રહ્યા છે. હાલ મુખ્ય વિષયોનું ટીચિંગ કરાવી જેનું હોમવર્ક પી ડી એફ ફાઇલ બનાવી મોબાઈલ દ્વારા સેન્ડ કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ હોમવર્ક કરી પરત મોકલે છે જેને શાળાના શિક્ષકો ચેક કરે છે. ઉપરાંત કેમેસ્ટ્રી વિષયના શિક્ષક જણાવે છે કે ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. ઘરે રહી તેઓ શાળા જેવો અનુભવ કરી રહ્યા છે. તેમનો લોકડાઉનના સમયનો સદઉપયોગ થઈ રહ્યો છે અને અભ્યાસ સાથે મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચની 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા, હાલ 46 મુરતિયાઓ મેદાને

ProudOfGujarat

ભરૂચના સારંગપુર ખાતેથી 6 શખ્સોને પત્તા પાના વડે જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી મામલે જીઆઇડીસી પોલીસે પુત્રની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!