માંગરોળ તાલુકાના લવેટ ગામનાં સરપંચ શ્રી મનોજભાઈ વસાવા અને વાંકલમાં શાકભાજીનો વેપારી કરતાં કાનજીભાઇ વસાવા (રહે.લવેટ) બે સેવાભાવિઓ દ્વારા લવેટ ગામના પારસી ફળિયું, કાલાવડ, હરીફળીયુંમાં દરેકનાં ઘરે શાકભાજીની કીટમાં કાંદા, બટાકા, રિંગણ, ભીંડા અને ગુવાર, ટામેટાની કીટ બનાવીને વિતરણ કરી. 800 પરિવારોને કીટ આપવામાં આવી. ગામમાં દરેક પરિવારને કીટ આપી ઉમદા વ્યક્તિતવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના વાયરસને લીધે 3 જી મે સુધી લોકડાઉન છે ત્યારે આ સરપંચ મનોજભાઈ વસાવા અને કાનજી ભાઇ વસાવાના આ કાર્યને લોકોએ વધાવી લીધો હતો.
Advertisement