માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ૧.૫૦ કિ.ગ્રા. ચોખા અને ૩.૫૦ કિ.ગ્રા. ઘઉં તાલુકાની તમામ સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર આપવામાં આવશે.કોરોના વાયરસની મહામારીને ધ્યાન ઉપર લઇ સરકાર દ્વારા બીજા તબક્કામાં NFSA રેશનકાર્ડ ધારકો માટે વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે ઉપરોક્ત બાબતે માંગરોળ નાયબ મામલતદાર અને પુરવઠા અધિકારી ગીરીશભાઇ પરમારે માહિતી અપતા જણાવ્યું કે માંગરોળ તાલુકાની કુલ ૫૦ જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો વિતરણ પ્રક્રિયા સોસીયલ ડિસ્ટન્સના નિયમો હેઠળ ગ્રાહકોને કરવામાં આવશે. તકેદારીના પગલા રૂપે માંગરોળ તાલુકાની જેટલી સસ્તા અનાજની દુકાનના સંચાલકોને PPE કીટ, માસ્ક, સેનીટાઇઝર, હેન્ડ ગ્લોસ જેવી સુરક્ષાની વસ્તુ આપવામાં આવી છે. જેથી સસ્તા અનાજની દુકાનના સંચાલકોની સુરક્ષાની તકેદારી અમે રાખી છે.
આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.
Advertisement