નેશનલ હાઈવે ૪૮ પર આવેલાં સાસરોદ ગામ નજીક મારુતી હોટલની પાછળ કેનાલ પાસે ખુલ્લા પ્લોટમાં શુક્રવારની મોડી સાંજે પ્લાસ્ટિક સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ લાગતા જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાસ્ટિ વેસ્ટનો વિપુલ જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગના કારણે કોઈ જાનહાનિ થઇ ન હતી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી
Advertisement