કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે સરકારે થોડી છૂટછાટ આપી છે, ભરૂચમાં પણ વડદલા ખાતે એ.પી.એમ.સી માં વહેલી સવારથી વેપારીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં શાકભાજી ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ સ્થળ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વિશેષ કાળજી રાખવામાં આવી છે. APMC ખુલતાની સાથે જ પોલીસના જવાનો તેમજ તંત્રના કર્મચારીઓ લોકોને લોક ડાઉનનું પાલન શિષ્ટ પૂર્વક કરાવતા નજરે પડે છે,
જેમાં સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે વેપારીઓની દરેક દુકાનોને બેરીકેટ દ્વારા વહેંચવામાં આવી છે તેમજ લોકોને ૫ થી ૧૦ ફૂટ દૂર રહી ખરીદી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ માર્કેટમાં આવતા તમામ લોકોને માસ્ક અથવા રૂમાલ બાંધવો ૧૦૦% ફરજીયાત બનાવવામાં આવ્યો છે,તંત્રના આ પ્રકારના આયોજનથી કોરોના સામેની મહામારી વચ્ચે લોકો સાવચેત રહી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી રહ્યા છે સાથે જ લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર અન્ય લોકો માટે પ્રેરણારૂપી બન્યા છે, ભરૂચના એ.પી.એમ.સી ખાતે તંત્રની આ પ્રકારની સરાહનીય કામગીરી લોકો માટે પણ ખૂબ જ સારી સાથર્ક થઇ રહી છે.
કોરોના મહામારી વચ્ચે ભરૂચનાં વડદલા એ.પી.એમ.સી ખાતે શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓની પ્રશંસનીય કામગીરી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું ગંભીરતા પૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે.
Advertisement