પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામની કલાવતીબેન દીનેશભાઈ વસાવાની ફરીયાદના આધારે મરૂધર રાઈસ મીલમાં તેની દેરાણી હસીનાબેન કમલેશભાઇ વસાવા તેના જ ગામની અન્ય ચાર બહેનો મજુરી કામ કરવા આવે છે,પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી ત્રણ-ત્રણ બેહનો વારાફરતી બે–બે દિવસે કામ ઉપર આવીએ છે,જે દરમ્યાન હસીનાબેન અને ભાવનાબેન દાળમીલવાળા ભાગમાં કામ કરતા હતા,સવારના 11 વાગ્યાંની આસપાસ દાળમીલવાળા ભાગમાં જોરથી અવાજ આવેલ તે વખતે દાળમીલનું મશીન ચાલુ હતા,અને અવાજ આવતો હતો અને ભાવનાબેને દાળમીલમાં અંદરના ભાગે જઇ હસીનાબેનને બુમો મારેલ પણ બોલેલ નહીં અને તેણે ઉપર જોઇને તરત મશીન બંધ કરી દીધેલ હતા.ભાવનાબેને બતાવતાં જોયેલ તો હસીનાબેન સાફટીનમાં ભેરવાયેલ હતી,જેથી ભાવનાબેન દોડીને બહાર ગયેલા અને બધાને બોલાવતાં શૈલેશભાઇ, કાન્તીભાઇ, વિનોદભાઇ અને રાજુભાઇ વગેરે દોડી આવેલા હતા.ઉપર ચડીને જોતા વાળ અને તેમની ઓઢણીથી મશીનના સાફટીન સાથે વિંટાઇ ગયેલી હાલતમાં હતી અને તેના બન્ને પગ કોઠારની એંગલ સાથે અથડાઇને કપાઇ જતાં હસીના કમલેશ વસાવાનું કરૂણ મોત નિપજ્યું હતું.જેનું પીએમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નેત્રંગ : મરૂધર રાઈસ મીલનાં દાળમીલમાં કોઠાર ભરાયેલ છે કે કેમ તે જોવા જતાં આકસ્મિક સાફટીનમાં મહિલા ફસાઈ જતા મોત.
Advertisement