ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો અને નર્સોની કેટલીક ખાલી પડેલી જગ્યાઓ માટે સ્ટાફની નિમણૂક કરવા રજૂઆત કરી છે.ભરૂચ જિલ્લામાં હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનાં દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે સક્ષમ આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહે તે જરૂરી છે.ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારી અંગેના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ખાનગીકરણના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાને ફાળવેલ છે. તાજેતરમાં કોરોના સંક્રમણને કારણે ભરૂચ સિવિલને સીલ કરવામાં આવી હતી. પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ નથી. શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ વિના જ સમય પસાર કરવામાં આવે છે જે અતિ ગંભીર બાબત છે. માછીમારી ધંધા સાથે સંકળાયેલાના સંપર્કમાં આવનાર સાગરખેડુઓ પણ અસરગ્રસ્ત બની રહ્યા છે. આરોગ્યક્ષેત્રે ખાનગીકરણની નીતિ નિષ્ફળ પુરવાર થઇ છે. આ બાબતે પુન: વિચારણા કરી સરકારી રાહે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે બાબતે ઘટતુ કરવા રજૂઆત કરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.