Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે કોઈ પોઝિટીવ કેસ નહીં.

Share

પંચમહાલ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોવિડ-19 નો કોઈ પોઝિટીવ કેસ મળી આવ્યો નથી. જિલ્લાની કુલ 11 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે, જે પૈકી 2 વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું છે. જ્યારે બાકીના 9 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાલક્ષી કામગીરીમાં આજે વધુ 40 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોધરામાં સાત વિસ્તારોને કોવિડ-19 પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખ કરાઈ છે. આ વિસ્તારોના બફર ઝોનમાં આવેલા તમામ 30,858 ઘરોના 1,50,098 વ્યક્તિઓના સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગોધરા ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 4 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે બાકીના 5 દર્દીઓ વડોદરા ખાતે સારવાર લઈ રહ્યા છે. ગોધરાના કોરોના પ્રભાવિત 7 વિસ્તારોના 811 ઘરોના કુલ 3199 વ્યક્તિઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનુ કાઉન ડાઉન શરૂ……

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રા. શા. ભડકોદરા ખાતે પીરામણ કલસ્ટરનો કલા ઉત્સવ તથા બાળવાર્તા સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની બદલી થતા વિદાય-સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!