કોરોનાનાં કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનનો બીજો તબકકો ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકડાઉનનાં પ્રથમ ચરણમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો બાદમાં લોકડાઉનનાં બીજા તબક્કામાં ત્રણ દિવસ માં જ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારબાદ નર્મદા જિલ્લામાં છેલ્લા 72 કલાકથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી ત્યારે લોકડાઉનનો કડક અમલ થાય અને કોરોનાનાં સંક્રમણ અને લોકડાઉન અંગે લોકો જાગૃત થાય તે હેતુથી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરાઈ હતી.
જેમાં નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ક્ષક રાજેશ પરમાર, ટાઉન પી.આઈ. આર.એન રાઠવા સહિત પી એસ આઈ અને અન્ય પોલીસ કાફલા દ્વારા રાજપીપળા નગર સહિત આસપાસનાં ગામોમાં ફ્લેગમાર્ચ કરી હતી. ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસ જીપમાંથી એનાઉન્સમેન્ટ કરી લોકોને લોકડાઉનનું પાલન કરવા તેમજ કોરોના સામે રક્ષણાત્મક પગલાં લેવા અંગે અપીલ કરાઈ હતી.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા.
લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે હેતુથી નર્મદા જિલ્લાનાં મુખ્ય મથક રાજપીપળા ટાઉન સહીત આસપાસનાં ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી.
Advertisement