કોરોના વાઇરસે હાલમાં સમગ્ર વિશ્વને અજગરી ભરડો લીધો છે ત્યારે કોરાનાને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશ સતર્ક છે અને હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્રની સાથે આરોગ્ય કર્મચારીઓ,સરપંચો,તલાટીઓ, પણ એલર્ટ જોવાં મળી રહ્યા છે.પોતાનાં ગામ સુધી આ વાયરસને આવતો અટકાવવા પગલાં લઈ રહ્યા છે. ત્યારે કરજણ નગરપાલિકા ચીફ અધિકારી અને પ્રમુખના અથાર્ગ પ્રયત્નોથી કરજણની તમામ મહત્વની સરકારી કચેરીઓમાં તા.૨૦ મી ને સોમવારનાં રોજ સેનેટાઈઝર છંટકાવ કરવામાં આવ્યો હતો.
નગરપાલિકા,તાલુકા પંચાયત,પોલીસ સ્ટેશન,મામલતદાર કચેરી,સિવિલ કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ વગેરે કચેરીઓમાં સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો. કરજણ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે કોરોના વાયરસને લઈ જાગૃત રહેવા સૌ નાગરિકોને પોતાનાં ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલ કરી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement