Proud of Gujarat
FeaturedGujaratINDIA

રેન્જ આઈ જી અને સુરત જીલ્લા પોલીસ વડાએ માંગરોળ – ઉમરપાડાની મુલાકાત લીધી.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકાની રેન્જ આઇ.જી. રાજકુમાર પાંડિયન અને સુરત જીલ્લા પોલીસ વડા અશોક મુનિયાએ મુલાકાત લઇ બંને તાલુકાની બોર્ડરો સીલ કરાવી નવી ઉભી કરાયેલ ચેક પોસ્ટોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આવશ્યક સેવા સિવાય જીલ્લા બહારથી આવતા વાહનો અને લોકોની પ્રવેશબંધી કરવા કડક સૂચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર નર્મદા અને ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના કેશો મળી આવવાનો સીલસીલો યથાવત રહેતા સુરત જીલ્લા પોલીસ વડા અશોક મુનિયાએ સ્થાનિક પોલીસ તંત્રને બોર્ડરો સીલ કરવાની સુચના આપી નવી ચેક પોસ્ટ ઊભી કરાવી હતી. ઉપરોક્ત ચેક પોસ્ટનું નિરીક્ષણ કરવા માટે ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ.જી.પાન્ડિયાત, જીલ્લા પોલીસ વડા અશોકકુમાર મુનીયા નાયબ પોલીસ વડા સી.એમ.જાડેજા સહિત પોલીસ અધિકારીઓ કાફલા સાથે આવી પહોંચ્યા હતા. ઉમરપાડાની કુલ 22 જેટલી ચેકપોસ્ટો અંગે તેમણે માહિતી મેળવી હતી. તેમજ આવશ્યક સેવા સિવાઇ તમામ અવર-જવર પર પ્રવેશબંધી કરવાની સુચના આપી હતી. વધુમા તેમણે ઉમરપાડા પોલીસને કડક લોકડાઉનનો અમલ કરી લોકડાઉનનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારબાદ માંગરોળ તાલુકાના લવેટ ગામે નવી ઊભી કરાયેલ ચેકપોસ્ટની રેન્જ આઇ.જી. એ મુલાકાત લીધી હતી અને ભરૂચ જીલ્લામાંથી સુરત જીલ્લામાં આવતા લોકોની પ્રવેશબંધી કરવા સુચના આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- વરસાદી કાસના પાણીની આડમાં કંપનીઓ છોડી રહી છે કેમિકલવાળું પાણી, સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

સુરતના બારડોલી ખાતે જ્વાળાદેવી માતાનો 16માં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ :મેસુરીયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!