Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

Share

કોરોના વાયરસની મહામારીથી આમોદ તાલુકામાં ઇખર અને વાતરસા ગામે કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હતા.ત્યાર બાદ આમોદ પાલિકાનું વહીવટી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગતું હતું. પરંતુ અમદાવાદમાં એક શાકભાજીવાળા ફેરિયાને કોરોના પોઝીટીવ આવતા જ સોશિયલ મીડિયામાં આમોદ પાલિકા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા હતા. જેથી આમોદ પાલિકાએ મોડે મોડે પણ સફાળી જાગીને શાકભાજી તેમજ ફ્રુટના વેપારીઓને આમોદ ચામડિયા હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં કામચલાઉ જગ્યાની ફાળવણી કરી આપી હતી. તેમજ દરેકને માસ્ક ફરજીયાત પહેરવા માટે પણ જણાવ્યું હતું. છતાં આમોદમાં લોકો માસ્ક પહેર્યા વગર જ બજારમાં ખરીદી કરી રહ્યા છે જે બાબતે જાગૃતિનો અભાવ જોવા મળતો હતો.ચામડિયા હાઈસ્કૂલના ખુલ્લા મેદાનમાં શાકભાજી તેમજ ફ્રુટની હંગામી લારીઓ ઉભી થતા સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

બુટલેગરો ના કારનામા શરૂ થયા -ભરૂચના ચાવજ ગામ ખાતે નશાનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, અન્ય બે વોન્ટેડ

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ના ગૌવંશ ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો

ProudOfGujarat

સાબરકાંઠા જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!