નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા પંચમહાલ જિલ્લા સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આ દરમિયાન ગરીબો, શ્રમિકો, રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે જિલ્લાના ન્યાયાધીશશ્રીઓ આગળ આવ્યા હતા. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રી સહિતના જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા ફાળો એકત્રિત કરી જરૂરતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉં, ચોખા, તેલ, દાળ, ખાંડ સહિતની રાશન સામગ્રી સામેલ હતી. ગોધરા અને કાલોલ ખાતે આવી કુલ 200 કીટનું વિતરણ ન્યાયાધીશોશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોધરાના પોપટપુરા અને સારંગપુરા ગામ ખાતે વિધવા, અશક્ત કે ગરીબો સહિતના જરૂરિયાતમંદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું ધ્યાન રાખીને આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.
Advertisement