વાંકલ-સુરત જીલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા નર્મદા જીલ્લાના ભુતબેડા ગામેથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા આ દર્દીના સંપર્કમાં આવેલા ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ૧૮ જેટલા લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવા અને સેમ્પલ લેવા માટે આરોગ્ય વિભાગ અને સરકારી વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું અને હાલ ચારણી ગામમાં તકેદારીના તમામ પગલા તંત્ર દ્વારા ભરવામાં આવ્યાં છે.પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના ભુતબેડા ગામની એક મહિલા જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નાસિક નજીકના ઝાલોદ ગામેથી સુરત તા.૧૪ મી ના રોજ આવી હતી. ત્યાર બાદ સુરત-કોસંબા થઇ ઉમરપાડા તાલુકામાંથી પોતાના વતન ભુતબેડા ગામે જઇ રહી હતી. આ સમયે ઉમરપાડાના સાદડાપાણી ગામ નજીકથી આ મહિલા ચાલતી પસાર થઇ રહી હતી જેથી ચારણી ગામના નવનીતભાઇ બાલુભાઇ વસાવા આ રસ્તેથી પોતાની મોટર સાયકલ લઇ પસાર થતા હતા ત્યારે આ મહિલાએ મદદ માગી હતી અને ભુતબેડા ગામ સુધી છોડી જવાનુ કહેતા નવનીતભાઇ આ મહિલાને ભુતબેડા ગામ સુધી મુકી આવ્યા હતા. ત્યારબાદ નર્મદા જીલ્લામાંથીમાં બહારથી આવેલા લોકોનો સર્વે આરોગ્ય વિભાગ દ્વારા ચાલતો હોવાથી આ મહિલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તા.૧૫મી ના રોજ નર્મદા જીલ્લા આરોગ્ય વિભાગે ભુતબેડા ગામની મહિલાને કોરોના પોઝીટીવ જાહેર કરતા તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતાં ચારણી ગામના નવનીતભાઇ વસાવા સંપર્કમાં આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું. તેમજ ચારણી ગામના સરપંચ અરવિંદભાઇ વસાવાને બાજુના નર્મદા જીલ્લાના તાબદા ગામના સરપંચ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં ચારણી ગામના નવનીતભાઇ નામના વ્યક્તી આવ્યા હોવાનું જાણવા મળતા તેમણે સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી ત્યારબાદ મેડીકલની ટીમ ચારણી ગામે દોડી આવી હતી અને સંપર્કમાં આવેલ એક વ્યક્તિ અને આજુબાજુના ત્રણ પરિવારના કુલ ૧૮ સભ્યોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા તેમજ તકેદારીના તમામ પગલા સરકારી તંત્ર દ્વારા ભરવામાં આવ્યાં હતા.બાજુના ગામમાં કોરોના પોઝીટીવ કેસ મળતા કેવડીનું બજાર તા.૨૬ સુધી સદંતર બંધ રાખવા નિર્ણય
ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપરના એકદમ બાજુના ગામમાં કોરોનાનો પોઝીટીવ કેસ મળી આવતાં કેવડી ગામના સરપંચ, વેપારી મંડળ અને પોલીસ તંત્ર દ્વારા કેવડી ગામના બજારને તા.૨૬ મી સુધી સદંતર લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા જીલ્લાના લોકોની વધુ અવરજવર આ વેપારી મથકના ગામમાં રહેલી હોવાથી સવારે બે કલાક બજાર ખુલતું હતું તેથી બંધ રાખવાનો નિર્ણય થયો છે. સાથે પોલીસ દ્વારા નર્મદા-સુરતની બોર્ડર સીલ કરવામાં આવી છે.
ઉમરપાડાની બોર્ડર નર્મદા જીલ્લામાંથી કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામનાં ૧૮ સભ્યોને કોરોન્ટાઇન કરાયા.
Advertisement