20 દિવસના લોકડાઉન બાદ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્ર દોડતું થયું છે.ગતરોજ 2 કેસ પોઝિટિવ મળ્યા બાદ આજે 7 કેસ પોઝિટિવ મળી આવ્યા છે જેથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે.નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાના ખડકદા ગામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ ખડકદા ગામને સીલ કરાયું છે. ગામના તમામ પ્રવેશદ્વાર પાસે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે.ઉપરાંત આરોગ્ય ટીમે ગામમાં સર્વે હાથ ધર્યો છે જેથી કરી જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ ના સંપર્કમાં આવ્યો હોય તેવા કેસો શોધી શકાય.અત્રે એ ઉલ્લેખનીય છે કે માસ સેમ્પલિંગ કરાતા બેજ દિવસમાં નર્મદા જિલ્લામાં 9 કોરોના કેસ મળી આવ્યા છે. તો જો હજુ વધુ સેમ્પલિંગ કરવામાં આવે તો કદાચ આગળ જતાં આ આંકડો વધી શકે છે.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તરોમાં ગામમાં બહારના વ્યક્તિઓનો પ્રવેશ બંધ કરાયો છે.
રિપોર્ટર: આરીફ જી કુરેશી,રાજપીપળા
નર્મદા જિલ્લાનું ખડકદા ગામ સીલ કરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું.
Advertisement