ભરૂચ તાલુકાનાં ગામોમાં આવેલા તબલીગ જમાતનાં લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થતા તેમના સેમ્પલ લેનાર ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સનો કોરોના વાઈરસનો ચેપ લાગ્તા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે બંને નર્સ જ્યાં રહેતી હતી તે શહેરનાં મકતમપુરના વિસ્તારને શીલ કરવામાં આવ્યા છે. તેમજ તેમના પરિવારવાળાની તપાસ કરવામાં આવનારી છે અને એપલ ઈન હોટલનો વિસ્તારોમાં પણ શીલ મારી દેવામાં આવ્યો છે.ભરૂચ જીલ્લામાં વહીવટી તંત્રની પુરતી સજાગતા હોવો છતાં જીલ્લા કોરોના વાઈરસથી સંક્રમિત લોકો થતા વહીવટી તંત્રની દોડધામ વધી છે જીલ્લામાં ૧૧ ને બદલે ૧૩ જેટલા લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાની ધટના બાદ આરોગ્ય તંત્ર અને પોલીસ વિભાગની ટીમ દોડતી થઈ છે.ભરૂચ જીલ્લામાં કોરોના વાઈરસનાં પહેલા પોઝિટિવ કેસ તામિલનાડુ અને હરિયાણાથી આવેલા તબલીગ જમાતનાં ઘર્મ પ્રચારકોના રિપોર્ટથી આવ્યા હતા ઈખર ગામમાં પાંચ જેટલા ઘર્મ પ્રચારકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાદ જીલ્લામાં ફુલ ૧૧ જેટલા કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાનાં રિપોર્ટને પગલે તમામને અંકલેશ્વર ખાતે બનાવેલ સ્પેશિયલ કોવીડ-૧૯ હોસ્પીટલ એવી જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ગઈકાલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી બે મહિલા નર્સનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ સીવીલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ આઈશોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ૧૬ જેટલા તબીબ અને નર્સ સહિત સ્ટાફના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ગઈકાલે ૨ મહિલા નર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ૧૪ લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે બુધવાર કુલ ૩૪ લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ઈખર અને દેવલા ગામે ઘર્મ પ્રચારકોનો સેમ્પલો પૈકી ૧૧ જેટલા રિપોર્ટ આવવાના હજુ બાકી છે.જ્યારે ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ ઉપર આવેલ એપલ ઈન હોટલમાં જ્યાં તબીબો અને નર્સ બહેનોને તકેદારીનાં ભાગરૂપે રાખવામાં આવ્યા હતા જેમાં બે નર્સનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ હોટલને શીલ મારવામાં આવી છે સાથે 100 મીટરનાં એરિયાના તમામ રસ્તાઓ બંઘ કરી દેવામાં આવ્યા છે.જ્યારે હોટલનો સ્ટાફનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે. જ્યારે નર્સનાં રહેણાંક વિસ્તાર એવા મકતમપુરના નર્મદા બંગ્લોઝ સહિતનાં વિસ્તારોને પણ કોરોન્ટાઈડ કરવામાં આવ્યા છે. સોસાયટીઓ, મકતમપુર વિસ્તારોનાં રસ્તાઓ બંઘ કરવાની કામગીરી તેમજ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામ લોકોના આરોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યારે ભરૂચ જિલ્લામાં કુલ ૧૩ કોરોના ગ્રસ્ત થયા હોવાનો આંકડો આવ્યો છે અને કદાચ આવનાર દિવસોમાં આ આંકડો વઘી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સ કોરોના વાઈરસથી સંક્રમિત.
Advertisement