Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમાં ગરીબ પરિવારોને સો જેટલી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

પાલેજમાં ગરીબ પરિવારોને કાર્યરત કોલીવાર યંગ સર્કલ દ્વારા અનાજની કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસનાં પગલે સંપૂર્ણ લોક ડાઉનની જાહેરાત થતાં સખીદાતાઓ વ્હારે આવતા ગરીબ પરિવારો માટે સેવાભાવી સંસ્થાઓએ ઉમદા કામગીરી બજાવી છે. લોક ડાઉન ચાલુ છે એવામાં સેવાભાવી પાલેજના યુવાનો દ્વારા ગરીબ પરિવારો માટે નિ:સ્વાર્થ અવિરત સેવા કરી રહ્યા છે.ગુજરાતમાં કોરોના વાયરસનાં પગલે વધુ ૨૧ દિવસીય લોક ડાઉન રહેવાનું હોવાથી ગરીબ પરિવારોની હાલત કફોડી ન બને એ હેતુસર યુવા દ્વારા જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાઇ રહ્યું છે. ભરૂચના પાલેજમાં કોલી વાર યંગ સર્કલના યુવા દ્વારા નગરમાં વસતા ગરીબ પરિવારોને સો જેટલી અનાજની કિટસનું વિતરણ કરી એક સરાહનીય કાર્ય કર્યું હતું.કોલીવાર યંગ સર્કલના હિંદુ – મુસ્લીમ સમુદાયના યુવાનોએ ભેગા મળી ગરીબ પરિવારોને મદદરૂપ બની સેવાભાવની સાથે એકતા બતાવી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

ProudOfGujarat

કૃપાલ આશ્રમ રુહાની મિશન સંસ્થા દ્રારા ટુવા ખાતેની આદિવાસી આશ્રમ શાળાના બાળકોને મોટીવેશનના પાઠ ભણાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!