સમગ્ર ભારતમાં ૧૪ મી એપ્રિલના દિવસ ફાયર ડે તરીકે ઉજવાય છે ત્યારે ગોધરા ફાયર વિભાગ દ્વારા લોકડાઉનનાં ૨૧ દિવસમાં કોરોનાના કહેર વચ્ચે અને ગોધરા ફાયરબ્રિગેડ વિભાગના ચીફ ફાયર સુપ્રિટેન્ડન્ટ પ્રવિણસિંહ ફતેંસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોધરાના ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધારે જગ્યાએ સેનિટાઈઝ કર્યું છે. કુદરતી આફત રોગચાળો, સહિત આગ અને કોરોના જેવી મહામારીમાં ઇમરજન્સી સેવા આપતું વિભાગ એટલે ફાયર વિભાગ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ફાયર વિભાગની કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ છે. છેલ્લા ૨૧ દિવસમાં ગોધરાનાં ચાર ઝોનમાં આવેલ ૧૧ વોર્ડમાં ૩૦ હજારથી વધુ અને સરકારી ઓફિસ, બેન્કો, પોસ્ટ ઓફિસ, પોલીસ હેડક્વાર્ટર, એસઆરપી, જેવી જગ્યાએ ફાયર વિભાગ દ્વારા પાણી સાથે હાઈપોકલોરાઈડ મીક્ષ કરી સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ગોધરા ફાયર વિભાગ દ્વારા ૧૫ જેટલા કર્મચારીઓ દ્વારા મુસીબતનાં સમયમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.
Advertisement