વાંકલ-માંગરોળ તાલુકાના લુવારા ગામના હિંમત નગરી ફળિયા પોલીસ આવે તે પહેલા વર-કન્યાના લગ્ન પૂર્ણ થઇ ગયા. પોલીસે વર-કન્યા પક્ષના ચાર-ચાર ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો.પ્રાપ્ત માહિતી મુજબ લુવારા ગામના જસવંતભાઇ ઠાકોરભાઇ વસાવાની પુત્રીના લગ્ન નજીકના કનવાડા ગામના કિશનભાઇ લલ્લુભાઇ વસાવા સાથે નક્કી થયા હતા પરંતુ હાલમાં લોકડાઉન હોવાથી વર-કન્યા પક્ષે સમિતિ સંખ્યામાં માણસો સાથે સાદાઇથી લગ્ન પુરા કરવાનું આયોજન કર્યું હતું. ઘરના બે-ચાર સભ્ય કનવાડા ગામથી પુત્રને પરણાવવા લુવારા ગામના હિંમત નગરી ફળિયામાં પહોંચ્યા હતા અને સાદાયથી વિધિ કરી વર-કન્યાના લગ્ન પૂર્ણ થઇ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસે લુવારા ગામે પહોંચી હતી અને લગ્ન પ્રસંગવાળા ઘરની બહાર ટોળે વળેલા વર કન્યાના માતા-પિતા, સગા-સંબંધી સહિત કુલ આઠ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં કન્યાના પિતા જસવંતભાઇ ઠાકોરભાઇ વસાવા, રહે.લુવારા- વરના પિતા લલ્લુભાઇ કેશુરભાઇ વસાવા – બહેન વર્ષાબેન રોહિતભાઇ વસાવા, બનેવી રોહિતભાઇ ભાણાભાઇ વસાવા, કન્યાના ભાઇ હરેશભાઇ જશવંતભાઇ વસાવા, કન્યાની માતા વનીતાબેન જસવંતભાઇ વસાવા તેમજ નટવરભાઇ જેઠાભાઇ વસાવા કુલ આઠ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.
માંગરોળ : લુવારા ગામે પોલીસ પહોંચે તે પહેલા વર-કન્યાનાં લગ્ન સાદાયથી થઇ ગયા.
Advertisement