Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્ય મંત્રી રાહત ફંડમાં ૧ લાખનો ચેક અપાયો.

Share

દેશભરમાં આકસ્મિક આવી પડેલ કોરોનાની આપત્તિ સામે કેન્દ્ર સરકાર સહિત રાજ્યની સરકારો લોકોની ભારે મદદ કરી રહી છે ત્યારે દેશની સામાજીક સંસ્થાઓ પણ નિ:સ્વાર્થ ભાવે સેવાયજ્ઞમાં આહુતિ આપી રહી છે.દેશ પર સંકટના વાદળો છવાયા છે, ત્યારે ચારેકોર સેવાની સરવાણી વહેતી દેખાય છે.ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળે પણ કોરોનાની આપત્તિમાં સહાય માટે એક લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે ઝઘડીયા મામલતદાર રાજવંશીને આપ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ભૂપતસિંહ મહિડા,મહામંત્રી રણછોડભાઈ રોહિત તેમજ રાજપારડી ગ‍ામના સામાજીક કાર્યકર યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડીયા ત‍ાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના મહામંત્રી રણછોડભાઈ રોહિતે જણાવ્યું હતુ કે હાલ દેશમાં કોરોના વાયરસને પગલે લોકોમાં ડર ફેલાયો છે. દેશવાસીઓએ કોરોનાથી ડરવાની જરૂરિયાત નથી આપણે સહુએ સરકારના નિયોમોનુ પાલન કરવુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ તેમજ અફવાઓ પર ધ્યાન આપવુ નહિં.અને તે રીતે આપણે કોરોનાગ્રસ્ત સમયમાં બિમારીને વધતી અટકાવવા તંત્રને મદદરૂપ થઇ શકીએ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર : જેટકો કંપનીના સબ સ્ટેશનમાંથી રૂ.૪ લાખથી વધુ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!