નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામનાં એન.આર.આઇ પરિવારો દ્વારા કોરોના વાઇરસને લઈને ગામનાં ગરીબ આદિવાસી પરિવારો માટે અનાજની કિટનું વિતરણ કરવામાં આવતા આદિવાસી પરિવારોમાં આનંદની લાગણી ફરી વળી છે. 21 દિવસનાં લોકડાઉનનાં પગલે ધંધા રોજગાર બંધ રહેતા ગરીબ મધ્યમ અને મજુરીયાત વર્ગનાં લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે. પૈસા નહીં હોવાથી ઘર ગુજરાન ચલાવતાં લોકોની હાલત દિન પ્રતિદિન બદતર બની ગઈ છે. જયારે કેલ્વીકુવા ગામમાં રહેતા ગરીબ આદિવાસીઓ કે જે મોટાભાગે ખેતમજુરી કરે છે જેમની દયનીય હાલતની જાણ કેલ્વીકુવા ગામનાં વતની અને વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયેલાં સતિષભાઇ રધુવીરભાઈ ભકત (પાટીદાર ભકત) અને મહેશભાઇ ડાહ્યાભાઇ પટેલ (પાટીદાર ભકત) સહિત પરિવારનાં સભ્યોને થતાં તાત્કાલિક પોતાનાં ગામનાં સભ્યોને ટેલિફોનિક સંપર્ક કરીને ગરીબ પરિવારને અનાજની કિટનું વિતરણ કરાવવાનું જણાવવામાં આવ્યું. જેને લઈને ગ્રામજનો દ્વારા 14 વસ્તુઓની કિટ 250 નંગ જેટલી બનાવીને ગામનાં ગરીબ આદિવાસી પરિવારોને નેત્રંગનાં મામલતદાર એલ.આર.ચૌધરી, પી.એસ,આઇ. બાલકૃષ્ણ એસ.ગામીતના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સતિષભાઇ, રધુવિરભાઈ ભકત તેમજ મહેશભાઇ ડાહ્યાભાઇ પટેલ દ્વારા અમેરીકામાં રહીને પણ મુશ્કેલીનાં સમયે ગરીબ પરિવારોની વ્હારે આવતાં આનંદની લાગણી ફરી વળી હતી.
નેત્રંગ : કેલ્વીકુવા ગામનાં એન.આર.આઇ પરિવારો દ્વારા ગરીબો માટે અનાજની કિટનું વિતરણ.
Advertisement