Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રનિમૉતા વિશ્વના જ્ઞાનનાં પ્રતીક એવા અંખડ ભારત શિલ્પી ડૉ.બાબાસાહેબની જન્મ જયંતિ નિમિત્તે સવારે 9 કલાકે વિવિધ વિસ્તારોમાં ઘરની અંદર સોશિયલ ડીસ્ટન્સ જાળવી ડૉ.આંબેડકરની તસ્વીરને ફૂલહાર વિધિ કરવામાં આવી.

Share

રાષ્ટ્રનિમૉતા વિશ્વના જ્ઞાનનાં પ્રતીક એવા અંખડ ભારત શિલ્પી ડૉ.બાબાસાહેબ ભીમરાવ રામજીભાઈ આંબેડકરજીનાં ૧૨૯ માં જન્મ દિનની ઉજવણી સાદગીથી ઉજવાય, કારણ કે હાલ વિશ્વમાં કોરોના વાયરસ નામક મહામારીથી ભારતમાં પણ ધારા 144-તથા લોકડાઉન લાગુ હોય ,જેથી રાષ્ટ્રપિતા જ્યોતિ રાવ ફૂલે તથા રાષ્ટ્નિમૉતા ડૉ.આંબેડકર સાહેબના જન્મ જયંતિને મહામારીનો ખ્યાલ રાખીને બહુ જ સાદાઈથી ઉજવણી કરવામાં આવી,

તથા ઘરે ઘરે ફૂલહાર વિધિ, તથા તેમના જીવનના બલિદાન ,ત્યાગ,અને સમપૅણને યાદ કરી આવનારા સમયમાં દેશ સંવિધાન તથા સમાજને સુરક્ષિત કરવામાં આવી તથા સંવિધાનની શપથ લઈ કોરોના વાયરસ સામે એક જુથ થઈ તમામને મદદરૂપ થવા અનુરોધ કર્યો તથા જરૂરી સહયોગ વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને આપવા સહમતી આપી, સવારે 9 કલાકથી વિવિધ વિસ્તારોમાં ઘરની અંદર સોશિયલ ડીસ્ટન્સ જાળવી ડૉ.આંબેડકરની તસ્વીરને ફૂલહાર વિધિ કરવામાં આવી,

જેમાં નારાયણ નગર – 4 સોસાયટીમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચરભાઈ રાઠોડ,ડૉ.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થાના પ્રમુખ પરેશ.મેવાડા, ઈન્સાફ ભરૂચ પ્રમુખ અશોક મકવાણા, બામસેફ કાયૅકરો રાહુલ મેવાડા, મગનભાઈ પરમાર, નટવરલાલ પરમાર, તથા પરિવારના સદસ્યો, ભીડભંજન ખાડી ખાતે વાલીબેન મંગાભાઈ મકવાણાના ઘરે ઈન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજ મકવાણા, ભારતરાષ્ટ્ર મહિલા ગૃહ ઉધોગના જે.વી.પરમાર, ભાનુબેન જોગધીયા, તથા જુનીવાડી ખાતે લક્ષ્મીબેન દેવશીભાઈ સિંગલ, ઈન્સાફના હમીરભાઈ સોલંકી,તથા સોરઠીયા સમાજના માવજીભાઈ, આલજીભાઈ વિગેરે એ ફૂલહાર કર્યા,કસક રચના નગર ખાતે જ્ઞાન જ્યોતિ વિદ્યાલયના મંજુબેન પરમારના ઘરે ફૂલહારમાં સંત રૈદાસ યુગા અવતાર ડૉ.આંબેડકર સેવા સંઘના સામાજીક ન્યાય અધ્યક્ષ નટુભાઈ પરમાર,તથા જવાહર નગર સોસાયટી ખાતે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિના અધ્યક્ષ એડવોકેટ છગનભાઇ ગોડીગજબાર તથા પરિવારના સદસ્યોએ ફૂલહાર વિધિ કરી હતી.

Advertisement

Share

Related posts

સત્તાધીશો ના ઈશારે શરૂ કરાયેલ ટોલટેક્સ માંથી ભરૂચ ના વાહનોને મુક્તિ આપવા માં આવે તેવી માંગ સાથે યૂથ કોંગ્રેસ અને સ્થાનિક લોકો એ જીલ્લા સમાહર્તા મેં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી..

ProudOfGujarat

લીંબડીનાં છાલીયા તળાવ ખાતે શીતળા માતાજીના મંદિર ખાતે મેળો યોજાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર-ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં આગથી અફરાતફરી સર્જાઈ હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!