લોકડાઉનના કારણે પબ્લીક ટ્રાન્સપોર્ટ સદંતર બંધ છે જેના કારણે કેટલાક દર્દીઓ પોતાની સારવાર કે દવા લેવા માટે પણ અમદાવાદ જઇ શકતા નથી. આવા આપત્તિના સમયે સરકારી તંત્ર આવા દર્દીઓનું સાથી બનીને મદદરૂપ બન્યુ હતુ. વિરમગામના ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સુરભી ગૌતમના માર્ગદર્શન મુજબ સરકારી તંત્ર દ્વારા દર્દીઓની ઓળખ કરી જરૂરીયાત મુજબની મદદ કરવામાં આવી રહી છે. વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના ગામ ગોરૈયામાં ૩ કેન્સરના દર્દીઓ કે જેમાં ૩૫ વર્ષીય મહિલા- સ્તન કેન્સર અને ૩ વર્ષ, ૧૪ વર્ષની બાળકીઓ કે જેઓને બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હતી અને આ ટ્રીટમેન્ટ ૧૦ મી એપ્રિલએ પૂર્ણ થઈ ગયેલ હતી. પરંતુ લોકડાઉનના કારણે આ દર્દીઓ પોતાની દવા લેવા માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં જઈ શકે તેમ ન હતા અને દર્દીઓ ખૂબ જ ગરીબ હતા. તેથી તેઓ પોતાનું સાધન કરીને પણ જઈ શકે તેમ ન હતા. તેથી તેઓ ગોરૈયા સરકારી દવાખાનામાં આવ્યા અને મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી પાસે વાત કરી હતી. મેડીકલ ઓફિસર દ્વારા સરપંચ નીલાબેન ડોડીયા સાથે વાત કરી અને સરપંચ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાં આશા બહેન સોનલબેન ઠાકોર સાથે ગયા હતા. જેથી આ ત્રણેય દર્દીઓ અમદાવાદ કેન્સર હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા અને જરૂરી સારવાર મેળવી હતી.
વંદના નીલકંઠ વાસુકિયા
આપત્તિના સમયે વિરમગામ તાલુકામાં દર્દીઓ માટે સરકારી તંત્ર દેવદુત બન્યું.
Advertisement