ભરૂચ શહેરમાં હાલ તો લોક ડાઉનને પગલે કરવા લોકો ઘરમાં છે કામ ધંધો બંધ છે એટલું જ નહીં પણ શ્રમજીવીઓ અને રોજ કામ કરીને ખાનારા લોકોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા રેશનિંગમાં આપવામાં આવેલું અનાજ મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે બે-ચાર દિવસ ચાલે છે તો બીજી તરફ ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ સોન તલાવડી વિસ્તારમાં ૩૫૦ થી પણ વધુ ઝૂંપડામાં રહેતા લોકો સરકારની સહાયની આશાએ બેઠા છે. બહારના વિસ્તારોમાં સામાજિક સંગઠનો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અનાજ કીટ તેમજ અન્ય સામાન પહોંચાડવામાં આવે છે પરંતુ સોન તલાવડીના લોકોને આમાંથી એક પણ સહાય મળી નથી ત્યારે આ વિસ્તારના લોકોના કહેવા મુજબ નગરસેવકો વોટ લેવા તો આવે છે અને વારંવાર વોટની માંગણી કરવા આવે છે પરંતુ કેટલાક દિવસ થયા છતાં અહીંના લોકોને જોવા આવ્યા નથી. અહીંના લોકો શું કરે છે તેઓ રોજ શું ખાય છે એ જોવા પણ આવ્યા નથી. નગરસેવકોની ફરજ છે કે વોટ લો છો તો આ લોકોની સહાય કરવી. અહીંના લોકો કહે છે કે વહેલી તકે તેઓને સહાય આપવામાં આવે અનાજની કીટ આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
ભરૂચ શહેરની સોન તલાવડી વિસ્તારનાં હજારો લોકો નગરસેવકની સહાયની રાહ જોઈ રહ્યા છે વોર્ડ નંબર 4 માં ગરીબ પરિવારો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.
Advertisement