વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક ભાઈ પટેલ પોતાની વલણ બેઠકમાં આવતા ગામ મેસરાડ,માકણ,વલણ તેમજ દેઠાણ ગામોની રવિવારના રોજ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ખેડૂતો,શ્રમિકો તેમજ આદિવાસી લોકોને મળી લોકડાઉન અંગેની તેમની વ્યથા સાંભળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના ગામોમાં જઈ મુબારક પટેલે લોકડાઉન દરમિયાન ગરીબ શ્રમજીવીને તેમજ રોજેરોજ કમાઈને ખાનાર વર્ગની ચિંતા કરી સરકાર સસ્તાં અનાજની દુકાનો તરફથી મફત વિતરણ તેઓ સુધી પહોંચ્યું છે? તે અંગેની પૂછપરછ કરી હતી.આ ગામોમાં ખેતી વિષયક કામગીરી બાબતે ખેડૂતો તેમજ શ્રમજીવી મજૂરોને ખેડૂતોના ઉભા પાકો ઘઉં તેમજ અન્ય પાકોની લણણી કરવા પડતી મુશ્કેલી અંગે ખેડૂતોને વ્યાપક ફરિયાદ કરી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ દ્વારા સ્થળ ઉપરથી જ રજૂઆત કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી વડોદરા એ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખની રજૂઆત બાબતે જિલ્લા કલેકટરશ્રી વડોદરા સાથે મીટીંગમાં ચર્ચા વિચારણા કરી યોગ્ય કરવા બાંહેધરી આપી હતી. આ મુલાકાત પ્રસંગે મેસરાડ ગામના તાલુકા સદસ્ય વાજીદ જમાદાર તેમજ ઈબ્રાહીમ જમાદાર વલણ મુકામે ગામ આગેવાન મુસ્તાક ટટું તાલુકા સદસ્ય સીરાજ ભાઈ ઇખરીયા જ્યારે માકણ ગામે સરપંચ સોહિલ પટેલ દ્વારા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ સાથે રહી ગામની અગવડતા અંગે જાણકારી આપી સમસ્યાની નિરાકરણની દિશામાં યોગ્ય રજુઆત કરી પગલાં ભરવા અનુરોધ કર્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ